January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

  • દાનહના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિપક જાદવ, પૂર્વ પ્રમુખ દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી નરવીરસિંહ પરમારના યોગદાનને યાદ કરી શાલ, ફુલ અને શ્રીફળથી કરાયેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગીય દાદરા નગર હવેલીના પ્રવાસ દરમિયાન ભાજપના 1989માં દાદરા નગર હવેલીની સ્‍થાપના કરનારા અને 32 વર્ષોથી સતત કાર્યરત એવા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિપક જાદવ અને શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી શ્રી નરવીર સિંહ પરમારનુંતેમના નિવાસસ્‍થાને શાલ, ફુલ અને શ્રીફળ આપી સન્‍માન કરાયું હતું. તે દરમિયાન પ્રદેશ પ્રભારી અને મહાસચિવ શ્રીમતી વિજયા રહાટકર અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી કૈલાસ વિજયવર્ગીય તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીમાં તમારા જેવા જૂના કાર્યકરોની મહેનત અને સતત કામના કારણે લોકસભામાં અને સ્‍થાનિક સંગઠનમાં ભાજપ ત્રણ વખત સત્તામાં આવી શકયું છે અને 32 વર્ષ સુધી ભાજપમાં કાર્યરત રહેવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment