Vartman Pravah
Breaking Newsદમણદેશ

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નહેરુ યુવા કેન્‍દ્ર દમણ અને પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 13 ઓક્‍ટોબરના રોજ ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પટલારા ગામમાં પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા પટલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેને યુવાઓને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, આપણે પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત કેવી રીતે બનાવી શકીએ અને દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ છે. કાર્યક્રમ દરમિયાન પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત બનાવવાનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો. પટલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સચિવ શ્રી રોની પટેલ અને પંચાયતના નાયબ સરપંચ શ્રીમતી સ્‍મિતલબેન અને પંચાયતના સભ્‍ય શ્રીમતી કંકુબેન અને પંચાયતના કર્મચારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
યુવા બાબતો અને રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 01 ઓક્‍ટોબરથી 26 સપ્‍ટેમ્‍બર 2021 સુધી ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાનની જાહેરાત કરી છે. મહિના સુધી ચાલતા આ અભિયાનનો ઉદ્દેશ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરામાંથી છુટકારો મેળવવાનો છે. ટ્‍વિટરદ્વારા મહિના સુધી ચાલતા અભિયાનની ઘોષણા કરતા ખેલ મંત્રીએ જણાવ્‍યું હતું કે, ‘સ્‍વચ્‍છતા ઈશ્વરની નજીક છે! જેમ આપણે આઝાદીના 75 વર્ષના અમળત મહોત્‍સવની ઉજવણી કરીએ છીએ, હું તમને પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારતના સ્‍વપ્નને સાકાર કરવા માટે 01 થી 31 ઓક્‍ટોબર સુધી સ્‍વચ્‍છ ભારત અભિયાનમાં જોડાવા વિનંતી કરું છું.
દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં કુલ 20 થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના આયોજનમાં જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસ અને રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો હર્ષિલ, શિવાની, ધ્રુવ અને સ્‍નેહાએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

વાપી ફાટક પાંચ દિવસ બાદ શુક્રવારે કાર્યરત થતા વાહન ચાલકોએ હળવાશ અનુભવી

vartmanpravah

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

Leave a Comment