January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફાટક પાંચ દિવસ બાદ શુક્રવારે કાર્યરત થતા વાહન ચાલકોએ હળવાશ અનુભવી

બંધ ફાટકથી વાહન ચાલકોને વાપી જવા આવવા મોટો ચકરાવો મારવો પડતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી પૂર્વ-પશ્ચિમ અવર જવર કરવા માટે વાપી ફાટક હાર્ટલાઈન સમાન છે પરંતુ રેલવેમેઈન્‍ટેનન્‍સ હેતુ પાંચ દિવસથી ફાટક બંધ કરાયું હતું. આજે શુક્રવારે વાપી ફાટક રાબેતા મુજબ કાર્યરત થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.
વાપી પૂર્વ-પશ્ચિમ અવર જવર માટે હાલ ત્રણ વિકલ્‍પ છે. રેલવે મોટો અંડરપાસ, એસ.ટી. ડેપો સામેનું ફાટક અને બલીઠા ફાટક એમ ત્રણ અવર જવર માટેના મુખ્‍યસ્ત્રોત પૈકી એકાદ જો બંધ રહે તો વાપીમાં ટ્રાફિકની સમસ્‍યા બેવડાઈ જતી હોય છે અને વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ જતા હોય છે તેવો તાજો અનુભવ વાપી ફાટક પાંચ દિવસ બંધ હતું આજે શુક્રવારે રાબેતા મુજબ ફરી કાર્યરત થતા વાહન ચાલકોએ પુષ્‍કળ રાહત અનુભવી હતી. ટ્રાફિકને પ્રેસર પણ ઓછુ થયેલું જોવા મળ્‍યું હતું.

Related posts

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

Leave a Comment