January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: સુરતના ગડોદરા ધીરજ નગર ખાતે રહેતા અને માળીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિનયભાઈ શીતલાભાઈ પ્રસાદનો 17 વર્ષીય અસ્‍થિર મગજનોસગીર ઓમ વિનયભાઈ પાંડે ગઈકાલે પોતાના ઘર આંગણામાંથી રમતા રમતા અચાનક ગુમ થઈ જતા સમગ્ર પરિવાર ચિંતાતુર બની તેની શોધખોળ ચલાવી રહ્યો હતો.
બીજી તરફ પારડી પોલીસ સ્‍ટેશનના ચંદુભાઈ તથા ભરતભાઈ વિગેરે ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન પારડીના મોતીવાડા ગામ પાસે એક સગીર બાળક આટા ફેરા મારી રહ્યો હોવાની માહિતી મળતા પારડી પોલીસ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી સગીર બાળકને પોલીસ સ્‍ટેશન લાવી પૂછપરછ દરમિયાન તેના હાથ પર પહેલેથી જ તેના પિતાજીના મોબાઈલ નંબર છૂંદણા દ્વારા લખાયેલો હોય ફોન કરી તમારો બાળક પારડી પોલીસ સ્‍ટેશન ખાતે હોવાની માહિતી આપતા તાત્‍કાલિક પિતા પારડી પોલીસ સ્‍ટેશનને દોડી આવતા પિતા અને પુત્રનું મિલન ના દૃશ્‍ય જોતાં સૌની આંખ છલકાય ઉઠી હતી.
આમ પોલીસ એટલે એક કઠોળ અને સખત વ્‍યક્‍તિ નહીં પરંતુ પોલીસમાં પણ માનવતા અને એક પિતાનું દિલ ધડકી હોવાનું અહી સાબિત થયું હતું.

Related posts

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વાપી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા વસાહતમાં દોડધામ મચી

vartmanpravah

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

vartmanpravah

આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્‍ચે જંગ = આજે દમણ અને દીવમાં મુખ્‍યત્‍વે 3 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

Leave a Comment