Vartman Pravah
Breaking Newsવાપી

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

પોલીસે 16 કિ.ગ્રા. ગાંજા સાથે નિશાન સાહેલ અલી અને અમન શિબ્‍બુ તુરી બંને રહે હાલ લવાછાની અટક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
વાપી ઉદ્યોગનગર પોલીસે રવિવારે નેશનલ હાઈવે ખોડીયાર હોટલ પાસે સર્વિસ રોડ ઉપરથી 1.60 લાખના ગાંજાના જથ્‍થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઈવે વાપી ખોડીયાર પાસે સર્વિસ રોડ ઉપરથી પોલીસે શંકાસ્‍પદ જણાતા બે ઈસમોની તપાસ હાથ ધરી હતી. જેમાં થેલીમાં રાખેલ 15.998 કિગ્રા ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. 1,59,980ની કિંમતના ગાંજાના જથ્‍થા સાથે પોલીસે નિશાલ સાહેબ અલી મૂળ રહે યુપી તથા અમન શિલ્લુ તુરી રહે બિહાર પરંતુ બંને આરોપી હાલ લવાછાની એક ચાલીમાં રહે છે. તેવું તપાસમાં બહાર આવ્‍યું હતું. પોલીસે ગાંજાના મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ સંકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
વધુ તપાસ પી.આઈ.વી.જી.ભરવાડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.ડી.એલ.વસાવા ચલાવી રહેલ છે. કાર્યવાહીમાં પોલીસ સ્‍ટાફ ચિંતામન લક્ષ્મણભાઈ, બિપીનભાઈ, જયરામ પ્રફુલભાઈ, શાંતિલાલ વગરે સામેલ હતા.

Related posts

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah

વલસાડ પોલીસ હેડ ક્‍વાટર્સ સહિતજિલ્લામાં 5 ફેસેલિટી સેન્‍ટરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

Leave a Comment