Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્‍વામીએ આપેલુંમનનીય વક્‍તવ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડમાં શ્રીરામ યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રંસંગે સલવાવ ગુરૂકુળના પરમપૂજ્‍ય કપિલ સ્‍વામીજી મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે વિશ્વ હિંદુ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સલવાવ ગુરૂકુળના પ.પૂ. કપિલ સ્‍વામીજીએ પોતાની ઓજસ્‍વી વાણીમાં સામાજિક સમરસતા અને શ્રીરામની બાબતમાં મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષકોને એક ચિનગારી બની વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્‍તિ ખિલવવા તણખો બનવા ડેપ્‍યુટી કલેક્‍ટર રાહુલ દેવ બુરાની સલાહ: શાળામાં ટોપ રહેલા બાળકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

Leave a Comment