June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

ચીખલી વન વિભાગે 9 જેટલા પોપટોનો કબજો લઈ હાથ ધરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી વન વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ગેરકાયદેસર રીતે પાંજરામાં રાખેલા નવ જેટલા પોપટોનો કબજો લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવતાગેરકાયદેસર રીતે પોપટ જેવા પક્ષીઓને રાખનારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
ચીખલી રેન્‍જ કર્મચારીએથી પ્રાપ્ત વિગત મુજબ બાતમીના આધારે ચકાસણી હાથ ધરી ગેરકાયદેસર પાંજરામાં બંધન અવસ્‍થામાં રાખેલા દેશી પ્રજાતિના ખેરગામ તાલુકાના ભૈરવી બાબુભાઈ મોતીભાઈ પટેલના કબ્‍જામાં બે તેમજ ચીખલી તાલુકાના તલાવચોરા બ્રાહ્મણ ફળિયામાં રમીલાબેન ઠાકોરભાઈ હળપતિના ઘરથી એક ઘેજ ગામના પહાડ ફળિયામાં મહેશ છોટુભાઈ પટેલના ઘરેથી ચાર અને તલાવચોરાના સુથાર ફળિયામાં ગૌરાંગભાઈ વિનોદભાઈ પંચાલના ઘરેથી બે મળી કુલ 9-જેટલા દેશી પ્રજાતિના પોપટોને છોડાવી તેનો કબજો લઈ ગુનો નોંધી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

Leave a Comment