October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં શ્રી યુવરાજ ધોડીનો વિજય થયો હોવાની ઘોષણા રાષ્‍ટ્રીય યુવા કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી બી.વી. શ્રીનિવાસને કરી હતી.
દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે શ્રી યુવરાજ ધોડીનો વિજય થતાં દાનહના યુવકોમાં આનંદ અને ઉમંગની લાગણી છવાઈ જવા પામી છે. દાદરા નગર હવેલી ખાતે હવે કોંગ્રેસ યુવાનોમાં લોકપ્રિય બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
શ્રી યુવરાજ ધોડીએ પોતાની કાર્યકારિણીમાં બે ઉપ પ્રમુખ પદે શ્રી મોહમ્‍મદ અરમાન સૈયદ અને શ્રી કમલેશ ખોલાતની વરણી કરી છે. મહામંત્રી પદે શ્રી અજય બી. પટેલ, શ્રી રણજીત એલ. લીમડા, શ્રી સચિન આર. શુક્‍લા અને શ્રી ઈરફાન ઈમ્‍તિયાઝ રહેમાનની પસંદગી કરવામાં આવી છે. જ્‍યારે સચિવના પદ ઉપર કુ. મયુરી એસ. પટેલ, નેહા આર. ચૌબે અને મુન્‍ના આઈ. સોંધાની નિયુક્‍તિ કરવામાં આવી છે.
હવે પ્રદેશ યુવાકારોબારીનું ગઠન જલ્‍દી કરવામાં આવશે, જેમાં પ્રદેશના યુવા અને ઉર્જાવાન તથા કોંગ્રેસની વિચારધારાવાળા લોકોને પસંદ કરાશે.
આ પ્રસંગે નવનિર્વાચિત દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી યુવરાજ ધોડીએ યુવા કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી બી.વી. શ્રીનિવાસન પ્રત્‍યે આભાર પ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રીએ તેમના ઉપર વિશ્વાસ પ્રગટ કરી આપવામાં આવેલી આ મોટી જવાબદારી તેઓ સાર્થક રીતે બજાવવા પોતાના તનતોડ પ્રયાસ કરશે. તેમણે યુવા કોંગ્રેસના રાષ્‍ટ્રીય મહામંત્રી અને દમણ-દીવ-દાનહના પ્રભારી શ્રી વિવેક થવાગલનો પણ આભાર પ્રગટ કર્યો હતો. દાનહમાં યુવા કોંગ્રેસના અધ્‍યક્ષનું પદ લાંબા સમયથી ખાલી હતું. દાનહ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્માના પ્રયાસોથી દાનહ યુવા કોંગ્રેસના અધ્‍યક્ષની ચૂંટણી સંભવ બની શકી હતી અને પ્રદેશના યુવાનોએ પ્રતિનિધિત્‍વ કર્યું હતું. હવે દાનહમાં કોંગ્રેસ પોતાનો મજબુતીથી જનાધાર વિસ્‍તારશે એવું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

Leave a Comment