સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્વામીએ આપેલુંમનનીય વક્તવ્ય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31
આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડમાં શ્રીરામ યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્યું હતું.
આ પ્રંસંગે સલવાવ ગુરૂકુળના પરમપૂજ્ય કપિલ સ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશ્વ હિંદુ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ હળપતિ, પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સલવાવ ગુરૂકુળના પ.પૂ. કપિલ સ્વામીજીએ પોતાની ઓજસ્વી વાણીમાં સામાજિક સમરસતા અને શ્રીરામની બાબતમાં મનનીય વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.