Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

  • તા.11થી 19મી નવેમ્‍બરના નવ દિવસને નવ ચેતનાના નવ પદ તરીકે ઉજવવા દમણવાડા ગ્રામ પંચાયતે તૈયાર કરેલો તખ્‍તો

  • 14મી નવેમ્‍બરના રોજ ત્‍ખ્‍લ્‍,ત્‍ભ્‍લ્‍,ત્‍ય્‍લ્‍ જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ થવા અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન

  • તા.1પમી નવેમ્‍બરે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ પંચાયત પોતાના આદિવાસી વિસ્‍તારોમાં વોર્ડ સભા યોજશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત આવતી કાલ તા.11મી નવેમ્‍બર,ર0ર1ના દિવસને ‘આત્‍મ સન્‍માન દિવસ’ તરીકે ઉજવણી કરશે અને 11થી 19મી નવેમ્‍બરના 09 દિવસને નવ ચેતનાના નવપદ તરીકે મનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની નવી ટીમે કાર્યભાર સંભાળ્‍યા બાદ એક વર્ષ દરમિયાન પંચાયત વિસ્‍તારના લોકોની સમસ્‍યાના નિરાકરણથી લઈ વિવિધ નવી યોજનાઓ સફળતાપૂર્વક કાર્યાન્‍વયન કરવામાં આવ્‍યું છે. જેના કારણે દમણવાડા ગ્રામ પંચાયતની છબીમાં પણ સુધારો આવ્‍યો છે અને લોકોને પારદર્શક, ભ્રષ્‍ટાચાર મુક્‍ત અને ગતિશીલ શાસન વ્‍યવસ્‍થા પણ મળી શકી છે. પરિણામે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના લોકોના આત્‍મ સન્‍માનમાં પણ વધારો થયો છે તેથી 11મીનવેમ્‍બરના દિવસને ‘આત્‍મ સન્‍માન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું. કારણ કે ગયા વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ પણ 11મી નવેમ્‍બરે જ જાહેર કરાયું હતું.
11મી નવેમ્‍બરથી 19મી નવેમ્‍બર સુધી યોજાનાર નવ ચેતનાના નવપદના વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન જેમાં ધો.10 અને 1ર પછી શું?, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ થવા શું કરવું? વગેરેના માર્ગદર્શન માટે તા.14મી નવેમ્‍બરના રોજ સવારે 10 વાગ્‍યે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે એક શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
તા.1પમી નવેમ્‍બરે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ પંચાયતના આદિવાસી વિસ્‍તારોમાં વોર્ડ સભાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. નવ ચેતનાના નવપદના કાર્યક્રમ દરમિયાન બીડી, ગુટખા, સિગારેટ, તંબાકુ મુક્‍ત અભિયાનને પણ ગતિ આપવામાં આવશે. બાળ ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડોમીસાઈલ, રેસિડેન્‍ટ, ઈન્‍કમ જેવા સર્ટિફિકેટ માટે જરૂરી એફિડેવીટની વ્‍યવસ્‍થા પણ કાર્યાલયમાં વિના મુલ્‍યે કરવામાં આવે છે. આવતા દિવસોમાં દમણવાડા ગ્રામ પંચાયત અનેક નવા સંકલ્‍પો સાથે લોકોનીસેવામાં અગ્રેસર બનશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ હરિશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

Leave a Comment