(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
દાદરા નગર હવેલીના નરોલી ગામે કનાડી ફાટક નજીક નવા કુવા ફળીયા હરીશભાઈની ચાલીમાં રહેતા રામક્રિપાલ જેઓ ખાવાનું બનાવવા માટે જેવો ગેસ ચાલુ કર્યો તેવો જ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાને કારણે આગ પકડી લીધી હતી.
આ ઘટના જોતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને સળગતો સિલિન્ડરને રૂમમાંથી બહાર ખુલ્લી જગ્યામા ફેંકી દીધો હતો. આ આગને કારણે ઘરવખરીનો સામાન બળી ગયો હતો.આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. આ ઘટનામાં ઈજા કે કોઈપણ પ્રકારની જાનહાનીની થઈ નથી.
Previous post