June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં સાયકલના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા આયોજન કરાયેલા વિવિધ કાર્યક્રમો

નાગરિકો, નોકરિયાતો અને અધિકારીઓને પોતાના કાર્યાલય સુધી સાયકલ ઉપર આવન-જાવન કરાવવાનું સેલવાસ સ્‍માર્ટ સીટીનું લક્ષ્યાંક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31
‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા 3જીજૂનના ‘વિશ્વ સાયકલ દિવસ’ના ઉપલક્ષમાં 30મી મે થી 3 જૂન સુધી ટ્રાન્‍સપોર્ટેશનના સાધન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખ દ્વારા જારી કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું છે કે, 30મી મે થી 5 જૂન સુધી બોમ્‍બે સાયકલ સ્‍ટોર, ઝંડાચોક સેલવાસ ખાતે ફ્રી સાયકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. 1 અને 2જી જૂનના રોજ ઉત્‍સાહી સાયકલ સવારો સાથે સેલવાસ સ્‍માર્ટ સીટી ટીમની રેન્‍ડમ મુલાકાત, 3જી જૂનના રોજ દાદરા નગર હવેલી જિલ્લાના મુખ્‍ય ઉદ્યોગોના સહયોગથી સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું લોન્‍ચિંગ, સવારે 7 વાગ્‍યે સેલવાસના ઉદ્યોગો સાથે સાયકલ સવારી, સાંજે 5 વાગ્‍યે મહિલાઓ અને બાળકો સાથે સાયકલ સવારીનું આયોજન કરાયું છે. ત્‍યારબાદ 4થી જૂનના રોજ સેલવાસ કલેક્‍ટર ઓફિસની સામે સ્‍ટેડિયમ પાર્કિંગ ખાતે વિવિધ સાયકલ સંબંધિત રમતોનું પણ આયોજન કરાયું છે. 5મી જૂનના રોજ નાગરિકોને તેમની ટેલેન્‍ટની અભિવ્‍યક્‍તિ માટે ચીલગુલી સ્‍ટ્રીટ્‍સનું આયોજન કરવામાં આવેલ છે.

Related posts

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

સંઘપ્રદેશમાં આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ હડકવા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment