યુવાનના મોબાઈલકાર્ડના આઘારે ઓળખાણ થતા સગાઓ પારડી આવવા રવાના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.10
બુધવારે બગવાડા રેલવે ટ્રેક પાસે કોલક નદી નજીક એક અજાણ્યો યુવક ગાંધીધામ ટ્રેનમાં કપાઈ જતા મોતને ભેટયો હતો. ઉદવાડા રેલવે સ્ટેશન માસ્તર રાકેશ અગ્રવાલે આ અંગે વાપી રેલવે પોલીસને જાણ કરાતા આ બનાવ પારડી પોલીસ હદ વિસ્તારમાં બન્યો હોય વાપી રેલવે પોલીસે પારડી પોલીસને જાણ કરતાં બીટ જમાદાર કૈલાશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પરંતુ અસ્ત વ્યસ્ત રીતે કપાયેલા આ યુવકની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.
તપાસ દરમ્યાન ઘટના સ્થળેથી મળી આવેલ પાકીટ માં પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ જેવા પુરાવાઓ મળતાં તે દાનીનાથ વીજયકુમાર મંડલ રહે. મોહનપુર દેવગઢ ઝારખંડની થવા પામી હતી. આ સાથે ઘટના સ્થળેથી મળતકનો તૂટેલો મોબાઈલ ફોન પણ મળી આવતા સીમકાર્ડ અન્ય ફોનમાં લગાવી તેના પરિવારજનોનો સંપર્ક કરતાં દાનીનાથ ઝારખંડથી વલસાડ જિલ્લામાં રોજગારીના કામે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હોય પોલીસે મળતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.