October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસુલ વિભાગ દ્વારા ત્રણ દિવસથી સરકારી જમીન અને સરકારી કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલથી લઇ ખરડપાડા ગામ અંકલાશ ગુજરાત હદ સુધી 28જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામોને જેસીબી વડે દુર કરવામા આવ્‍યા હતા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના ચિંચપાડા,વાસોણા અને પાટી ગામના 32 જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામને દુરકરવામા આવ્‍યા હતા.
આવનાર દિવસોમા સેલવાસ વિભાગ દ્વારા દાદરા પટેલાદ અને ખાનવેલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદમા ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે. પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્‍યો છે કે કોઈએ પણ સરકારી જમીન, સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment