October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોન ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છ. ગત શનિવારે મોડી સાંજે ત્રણ જેટલા આખલાઓ લડતા લડતા એક મકાનના રસોડા સુધી ધસી જતા ભારે અફડા-તફડી મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસારી ચીખલી મેઈન બજારમાં રહેતા કમુબેનઈશ્વરભાઈ માળી નામના વૃદ્ધ મહિલા ફૂલની દુકાન ચલાવતા હોય જેઓની દુકાનમાં ત્રણ જેટલા આખલા આખલા લડતા લડતા રસોડા સુધી પહોંચી જતા રસોઈ બનાવતા મહિલા ભયભીત થઈ ગયા હતા. જો કે આ દરમ્‍યાન એક આખલાનું શરીર વૃધ્‍ધ મહિલા કમુબેનને અડી જતા તેને શરીરે સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી. જોકે સદ્‌નસીબે આખલાએ અન્‍ય કોઈને ઈજા પહોંચાડી ન હતી અને આખલાઓ એક બાદ એક ઘરની બહાર નીકળી ગયા હતા.
જોકે થોડા દિવસ પૂર્વે પણ આખલાઓએ ચાર જેટલી વ્‍યક્‍તિઓને અડફેટે લીધા હતા. જેમાં સલૂનની દુકાનમાં કામ કરતા એક વ્‍યક્‍તિને માથામાં ઈજા થતાં તબીબી સારવાર લેવાની નોબત આવી હતી. ત્‍યારે સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરો બાબતે કડકાઈ દાખવામાં આવે તે જરૂરી બન્‍યું છે.

Related posts

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

Leave a Comment