Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

રમતગમત સચિવ અંકિતા આનંદ, રમતગમત નિયામક અરુણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી કાંતિ પટેલ, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર, ક્રિકેટ કોચ ભગુ પટેલે પાઠવેલા અભિનંદન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 21
બીસીસીઆઈ દ્વારા આયોજિત સીકે નાયડુ ટ્રોફી 2021-22 માટે આયોજિત થવા જઈ રહી છે જેમાં દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્‍વ કરતા જોવા મળશે.
ગુજરાત અપના લીગની મેચ 22/03/2022 મંગળવારના રોજ રાજકોટના ખંડેરી સ્‍ટેડિયમમાં છત્તીસગઢ, પુડુચેરી અને આસામ સામે યોજાશે.
આ બાબતે ઉમંગ અને સરલના કોચ શ્રી ભગુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે , ઉમંગે તાજેતરમાં જ ગુજરાતની ટીમમાંથી રણજી ટ્રોફીમાં ડેબ્‍યુ કર્યું છે અને તેનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે, જો સરલની વાત કરીએ તો ડાબા હાથે બોલિંગ કરતા, ગુજરાત અંડર 14, 16 અને 19 આઈ. સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેને ટિમમાં સ્‍થાન મળ્‍યું છે. છેલ્લી ઈલેવનમાં સ્‍થાન મળશે તો આ બંને ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ગુજરાતની ટીમને જીત અપાવવામાંમહત્‍વનું યોગદાન આપશે.
ઉમંગ અને સરલની પસંદગીથી તેમના માતા-પિતા અને દમણના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઉમંગ અને સરલની પસંદગી પર રમતગમત સચિવ અંકિતા આનંદ, રમતગમત નિયામક શ્રી અરુણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી કાંતિ પટેલ, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, ક્રિકેટ કોચ શ્રી ભગુ પટેલે સારી રમતનું પ્રદર્શન કરીને દમણનું નામ રોશન કરવા શુભેચ્‍છા પાઠવી છે.

Related posts

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ચીખલીના કુકેરી અને સુરખાઈમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરોના જર્જરિત મકાનથી ખુદ તાલુકા આરોગ્‍ય અધિકારી જ અજાણ!

vartmanpravah

Leave a Comment