Vartman Pravah
Breaking Newsનવસારી

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

નવસારીઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નેચરલ કોન્કલેવ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો હતો.

નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત નવસારી જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બી.આર.ફાર્મ, નવસારી ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર ઉપસ્થિત રહયાં હતાં.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી તરફ રાજય અને દેશના ખેડૂતો આગળ આવી રહયા છે તે ખૂબ આનંદની વાત છે. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાથી જમીન બિનઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી  ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી ખેત ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. રાજય સરકાર દ્વારા આપવામાં ખેતીલક્ષી સાધન સહાય, સબસીડીનો લાભ લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ વર્ચ્યુઅલી માધ્યમથી તમામ ખેડૂતોને સંબોધન કરી, પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રાજયપાલશ્રી, કેન્દ્રીય મંત્રીશ્રીઍ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. ઍગ્રી પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત આણંદ ખાતે આયોજીત નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ ના કાર્યક્રમનું  જીવંત પ્રસારણ  મહાનુભાવો તથા ખેડૂત ભાઇ-બહેનોઍ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, શ્રી અરવિંદ પાઠક, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગજેરા, શ્રી સી.આર.પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયાં હતાં.

Related posts

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા

vartmanpravah

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

Leave a Comment