Vartman Pravah
Breaking Newsવલસાડ

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

વલસાડ તા.૧૬:

કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ-૧૯ ૨સીક૨ણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્‍તિમાં વધારો કરી શકાય તે માટે ૧૮ કે તેથી વધુ ઉંમરનાં તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જરૂરી છે. હાલની સ્‍થિતિએ વલસાડ જિલ્લામાં પ્રથમ ડોઝ તથા બીજા ડોઝની કામગીરીમાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે.

તા. ૧૮/૧૨/૨૦૨૧ નાં રોજ કપરાડા તાલુકામાં કોરોના સુરક્ષાચક્ર સલામત કરવા ખાસ કોવિશિલ્‍ડ અને કોવેક્‍સીન રસીક૨ણ મેગા ડ્રાઇવ કરવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં પ્રથમ ડોઝનાં બાકી રહેલા તમામ તથા જે વ્‍યક્‍તિએ કોવેક્‍સીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૨૮ દિવસ પુર્ણ થયા હોય તેમજ કોવિશિલ્‍ડનો પ્રથમ ડોઝ લીધો હોય અને ૮૪ દિવસ પુર્ણ થયા તેવા લાભાર્થીઓને લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્‍ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ મેગા ડ્રાઇવ માટે કપરાડા તાલુકામાં કોવિડ -૧૯ ૨સીક૨ણ ૨૫ હજારથી વધુ લાભાર્થીઓ માટે ડોઝ ઉપલબ્‍ધ કરાવાયો છે.

આ રસીક૨ણ માટે લોકોમાં જાગૃતતા લાવી રસીકરણનો વ્‍યાપ વધારવા માટે પંચાયત વિભાગ, પ્રાથમિક શિક્ષણ, આઇ.સી.ડી.એસ. તેમજ ખાનગી હોસ્‍પિટલો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ પણ આ મેગા ડ્રાઇવમાં જોડાશે. વધુમાં વલસાડ ખાતે આવેલી કંપનીઓમાં કોવિડ-૧૯ રસીક૨ણના બીજા ડોઝ માટે વધુ કર્મચારીઓ બાકી હોય અને તેમને કંપની ખાતે રસીકરણ કેન્‍દ્રની જરૂર જણાય તો વલસાડ જિલ્લા આરોગ્‍ય તંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.

તા. ૧૮/૧૨/૨૦૨૧ને શનિવારના રોજ કપરાડા તાલુકાનાં અંદાજીત ૭૫ થી વધુ કોવિડ-૧૯ ૨સીક૨ણ કેન્‍દ્રો જેવા કે, સબસેન્‍ટરો, પ્રા.આ.કેન્‍દ્રો, આંગણવાડી કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ૨૫ હજારથી વધુ લાભાર્થીઓને કોવિડ-૧૯ ૨સીક૨ણથી સુરક્ષિત ક૨વાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઇ પોતે, પોતાના પરિવા૨ તથા સમાજને સુરક્ષિત કરવા માટે જિલ્લા કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા અપીલ ક૨વામાં આવી છે.

ઉપરોક્‍ત કોવિડ- ૧૯ વેક્‍સિનેશન સેન્‍ટરોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબ સાઇટ ઉપર પણ ઉપલબ્‍ધ કરવામાં આવી હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

આખરે… સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ હવે હાથવેંતમાં : ઉદ્યોગો પલાયન થવાની આશંકા

vartmanpravah

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

vartmanpravah

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

Leave a Comment