October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા

એલ.સી.બી. પી.આઈ. તરીકે ઉત્‍સવ બારોટ, એસ.ઓ.જી.
પી.આઈ. તરીકે એ.યુ. રોઝ ની નિમણૂંક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લા પોલીસ અધ્‍યક્ષ ડો.કરણરાજ વાઘેલાએ આજે જિલ્લામાં ખાલી પડેલ તથા જિલ્લા બહારથી આવેલ પી.એસ.આઈ., પી.આઈ.ની જે તે વિભાગ અને પોલીસ સ્‍ટેશનમાં નિમણૂંકનો ઓર્ડર કર્યો હતો.
પોલીસ વિભાગમાં જે તે ફેરફાર થયા છે તે મુજબ એલ.સી.બી. પી.આઈ. વી.બી. બારોટની દાહોડ બદલી તથા એલ.સી.બી. પી.આઈ. તરીકે ઉત્‍સવ બારોટની નિમણૂંક કરાઈ છે. જ્‍યારે વલસાડસ્‍પે.ઓપરેશન ગૃપ એસ.ઓ.જી. પી.આઈ. તરીકે એ.યુ. રોઝની નિમણૂંક કરાઈ છે. વલસાડ શહેર પી.આઈ. તરીકે બી.ડી. જતીયાની રૂરલ પો.સ્‍ટે.માં બદલી કરીને તેમના સ્‍થાને બહારથી આવેલ ડી.ડી. પરમારની નિમણૂંક કરાઈ છે. તદ્દઉપરાંત ડુંગરા પો.સ્‍ટે.ના પી.આઈ. એમ.પી. પટેલની વરણી વાપી ઉદ્યોગનગર પો.સ્‍ટે., વલસાડ સી.પી.આઈ.ની નિમણૂંક ઉમરગામ પો.સ્‍ટે., બી.ડી. જતીયાની વલસાડ રૂરલ, એસ.પી. ગોહીલની ડુંગરા પો.સ્‍ટે.માં એસ.એસ. પવારની એલ.આઈ.બી. વલસાડ, જી.આર. ગઢવી પારડી, કે.જે. રાઠોડ વાપી ટાઉન પો.સ્‍ટે., એસ.એન. ગડુ, મરીન પો.સ્‍ટે. નારગોલ, સુશ્રી એન.એસ. વસાવા એલ.યુ.સી.એ.ડબલ્‍યું વલસાડ તેમજ પી.જી. ચૌધરી સી.પી.આઈ. વલસાડ આ તમામ પી.આઈ.ઓની નિમણૂંક સાથે 17 જેટલા પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરોની વિવિધ પો.સ્‍ટે. તેમજ બ્રાન્‍ચમાં નિમણૂંક ઓર્ડર કરાયા છે.

Related posts

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના દિવાળી સ્‍નેહ મિલનમાં ભૂદેવો ઉમટયા

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહણે પશુનો શિકાર કરતો લાઈવ વિડિયો વાયરલ થયો

vartmanpravah

Leave a Comment