રાજ્ય સભા સાંસદ માયાસિંહ મુંબઈ, લીલાવતી હોસ્પિ. કીડની ડો.અરૂણ શાહ તથા ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસનું સન્માન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: ધરમપુર બરૂમાળ ભાવભાવેશ્વર ધામમાં સમાજની વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સાથે સાથે રવિવારે લક્ષચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું.
બરૂમાળ ભાવભાવેશ્વરધામમાં યોજાયેલ સન્માન સમારોહમાં મધ્યપ્રદેશ પૂર્વ મહિલા બાલ કલ્યાણમંત્રી અને રાજ્ય સભાના સાંસદ શ્રીમતિ માયાસિંહ મુંબઈ, મુંબઈ લીલાવતી હોસ્પિટલના કિડની સ્પેશ્યાલીસ્ટ ડો.અરૂણસિંહ, ભાગવત આચાર્ય શરદભાઈ વ્યાસ, ઓરિસ્સાના ઉદ્યોગપતિ સમાજ સેવક રાજકુમાર દાધીચ, વલસાડ જિલ્લા આર.એસ.એસ. સંઘ સંચાલક મહેશભાઈ પટેલ, કાંજવી જયપુરના સંગીતાચાર્ય મહેશ દાધીચ, વડોદરાના આધ્યાત્મિક સાહિત્યકાર શ્યામજી ઉપાધ્યાય, મોટાપોંઢાના નિવૃત્ત તાલુકા અધિકારી કે.કે. પટેલ, જેવા મહાનુભાવોનું રૂા.50,000 ધન રાસી અને સાલ ઓઢાડી સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામિ વિદ્યાનંદ સરસ્વતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના કાર્યોના લોકોને પરિચિત કરાયા હતા. ગ્વાલિયર રાજ પરિવારથી જોડાયેલ માયાસિંહએ જણાવ્યું હતું કે, સંતોના હસ્તે સન્માનિત થવું ગૌરવની વાત છે. સમારંભમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી પણ સંબોધન કર્યું હતું. ખરાબ હવામાનને લઈ સી.આર. પાટીલનું હેલીકોપ્ટર પહોંચી શક્યું નહોતું. તેની ક્ષમા યાચના કરી હતી. સાંસદ ધવલ પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, ધારાસભ્ય પાટકર જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.