Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.12: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પર્યાવરણના સંવર્ધન અને સુરક્ષા માટે જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરે છે તેમજ ઈન્‍ડસ્‍ટ્રીઝના સભ્‍યોને પણ આપણને પ્રાપ્ત થતાં અમૂલ્‍ય કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે રિસાયકલિંગની પ્રક્રિયાઓ અપનાવવાપ્રોત્‍સાહિત કરે છે. વાપી નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટના ટ્રીટેડ પાણીને ફરી ઉપયોગમાં લેવાની ચર્ચા કરવા માટે આજે વાપી નગરપાલિકા સાથે સંયુક્‍ત રીતે વીઆઈએમાં સુરત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઉદ્યોગોના સભ્‍યો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

બેઠક દરમિયાન ડૉ. કાપડિયાએ નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ પર ભાર મૂકયો હતો. જેમાં ઉદ્યોગોના સભ્‍યોને રિસાયકલ પ્રક્રિયાઓ અપનાવીને કુદરતી સંસાધનોનો વપરાશ ઘટાડી તેની બચત કરવા આગ્રહ કર્યો હતો. ત્‍યાર બાદ તેમણે કહ્યું કે વાપી નગરપાલિકા હાલમાં 14 એમએલડીની ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ધરાવે છે અને ટ્રીટમેન્‍ટ પછી તે 8 એમએલડી ટ્રીટેડ પાણીનો નિકાલ કરે છે, નજીકના ભવિષ્‍યમાં વાપી નગરપાલિકા 22 એમએલડીની ક્ષમતાનો ધરાવતો બીજો એસટીપી સ્‍થાપવાની પ્રક્રિયામાં છે, જેને કારણે વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના સભ્‍યોને ટ્રીટેડ પાણીનો વિશાળ જથ્‍થો પૂરો પાડી શકાશે. તેમણે વાપી નગરપાલિકાને સક્ષમ બનાવી ઉદ્યોગોને ટ્રીટેડ પાણી પુરું પાડવા માટેની નેટવર્ક સિસ્‍ટમ બનાવવા ખાતરી પણ આપી હતી.ઉદ્યોગનાસભ્‍યોએ ડૉ.કાપડિયાની દરખાસ્‍તની પ્રશંસા કરી અને તેમને ટ્રીટેડ પાણીમાં હાજર વિવિધ રાસાયણિક અને જૈવિક પરિમાણો નક્કી કરવા અને તેની તુલના કરવા માટે હાલમાં વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી સાથે ટ્રીટેડ વોટરની જરૂરી સરખામણી કરવા વિનંતી કરી કે જેનો ઉપયોગ ઉદ્યોગોના સભ્‍યોને આવા ટ્રીટેડ પાણીનો વપરાશ કરવા માટે સમજાવવા – પ્રેરિત કરવા કરી શકાય.
આ બેઠક સુરત – આરસીએમના કાર્યપાલક ઈજનેર શ્રી કે.એસ. બાબુલ જીએએસ, જીડબ્‍લ્‍યુએસએસબીના કાર્યપાલક ઈજનેર શ્રી આર.એસ. ભુસારા, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન શાહ, વીઆઈએના ઉપ પ્રમુખ શ્રી મગનભાઈ સાવલિયા, માનદ મંત્રી શ્રી કલ્‍પેશભાઈ વોરા, ખજાનચી શ્રી રાજુલભાઈ શાહ, વીઆઈએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વીઆઈએના કારોબારી સમિતિના સભ્‍યો જેવા કે, શ્રી સંજય સવાણી, શ્રી કાંતિભાઈ ગોગદાણી, શ્રી હેમાંગ નાયક, શ્રી શૈલેન્‍દ્ર વિસપુતે, શ્રી સુરેશ પટેલ, શ્રી મધુકર જોશુઆ, શ્રી નીતિન ઓઝા, શ્રી રિકેન ટંડેલ અને વાપી નગરપાલિકાની કમિટીના ચેરમેન તથા વીઆઈએના કારોબારી સમિતિના સભ્‍ય શ્રી મિતેશ દેસાઈની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી. આ મિટિંગ ઉદ્યોગોના સભ્‍યો માટે ખૂબ જ ફળદાયી અને ઉપયોગી રહેશે એવાસકારાત્‍મક અભિગમ સાથે સમાપ્ત થઈ.

Related posts

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment