Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

પ્રશાસકશ્રીની મુલાકાતના કાર્યક્રમમાં દમણવાડા ગ્રામપંચાયત કાર્યાલયની સામે પરિયારીની હદમાં આવેલ વળાંકવાળા રસ્‍તાને કલવર્ટ સાથે સીધો રસ્‍તો બનાવવાનું ચાલી રહેલું કામ સામેલ નહીં હોવા છતાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલની નજર પડતા ગાડીમાંથી નીચે ઉતરી આખા રસ્‍તાનું નિરીક્ષણ કરતા અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરો પણ દંગ રહી ગયા
સંઘપ્રદેશના પ્રવાસન ઉદ્યોગ માટે બની રહેલા મહત્ત્વકાંક્ષી પ્રોજેકટ પક્ષીઘરની મુલાકાત અને અવલોકનમાં ખાસ્‍સો સમય પસાર કરી આપેલા જરૂરી સલાહ-સૂચનો
આજે મોડલ રોડની સાથે મોટી દમણ શાકભાજી-મચ્‍છી માર્કેટના નિરીક્ષણથી શરૂ થનારો બીજા દિવસના નિરીક્ષણ અભિયાનનો આરંભ

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24:
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજથી ત્રણ દિવસ માટે દમણ જિલ્‍લામાં કાર્યરત વિવિધ પ્રોજેકટોની મુલાકાતનો પ્રારંભ ગવર્નમેન્‍ટ હાઉસના નવનિર્માણના નિરીક્ષણથી કર્યો હતો. આજે સવારથી મોડી સાંજ સુધી મોટી દમણ વિસ્‍તારમાં થઈ રહેલા વિકાસ કામોનું ફકત અવલોકન જ નથી કર્યુ, પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જયાં કોઈ ત્રુટિ દેખાઈ ત્‍યાં તેને સુધારવાનોપણ નિર્દેશ આપ્‍યો અને કામની ગુણવત્તાની પણ પરખ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના પ્રવાસન ક્ષેત્રે મહત્ત્વકાંક્ષી પક્ષીઘરના પ્રોજેકટને નિહાળવા લગભગ એક કલાક કરતા વધુ સમય પસાર કરી બારીકાઈ સમજી હતી અને જરૂરી સલાહ-સૂચનો પણ આપ્‍યા હતાં.
મોટી દમણના પરિયારી અને દમણવાડાના નવા જંપોર ખાતે નવનિર્મિત શાળાના મકાનનું પણ નિરીક્ષણ કર્યુ હતું. વર્ગખંડોની પણ ચકાસણી કરી હતી અને શાળા માટેના ફર્નિચરો ઉપર પણ પોતાની બારીક નજર નાંખી હતી.
દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયતની સામે બની રહેલા રોડ અને કલવર્ટ (નાળા) નું પણ નિરીક્ષણ કર્યુ હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો કાફલો પરિયારી સ્‍કૂલથી ભાઠૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન તરફ જવા રવાના થયો હતો ત્‍યારે પ્રશાસકશ્રીની નજર દમણવાડા ગ્રામપંચાયતની સામે પરિયારીની હદમાં બની રહેલ કલવર્ટ અને રોડ ઉપર ગઈ હતી. આ રોડ ખૂબ જ વળાંકવાળો હોવાથી અકસ્‍માત થવાની ભીતિ રહેતી હતી. પરંતુ પ્રશાસકશ્રીની નજરમાં આવતા તેમણે આ રસ્‍તાને સીધો કરવા આપેલા આદેશ બાદ કાર્યાન્‍વિત થઈ રહેલા કામને પ્રશાસકશ્રીના સત્તાવાર કાર્યક્રમમાં સામેલ નહીં કરાયો હતો. પરંતુ પ્રશાસકશ્રીની નજર પડતા તેમણે ગાડી થોભાવી ઉતરીને સીધા આ રસ્‍તાના નિરીક્ષણ માટે નીકળી પડયાહતાં. તેમણે આ બાબતે પણ જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતાં.
બપોરે જંપોર બીચ ઘાટ, ફોરેસ્‍ટ સર્કિટ હાઉસના પ્રોજેકટનું પણ નિરીક્ષણ કર્યુ હતું. કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન ખાતે બની રહેલ પોલીસ કવાર્ટરની મુલાકાત બાદ પ્રશાસકશ્રીએ દમણવાડા સ્‍કૂલની મુલાકાત લીધી હતી. ભવ્‍ય બનેલી દમણવાડા સ્‍કૂલના બાંધકામ અને વર્ગખંડોની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ દમણવાડા, મગરવાડા, પટલારા, પરિયારી અને મરવડ ગ્રામપંચાયત માટે બનનારા મોડલ રોડનું આંબાવાડી સ્‍કૂલ ખાતે નિરીક્ષણથી સવારે મુલાકાતના કાર્યક્રમનો પ્રારંભ થશે. ત્‍યારબાદ મોટી દમણ મચ્‍છી અને શાકભાજી માર્કેટ, વેકયુમ સિવરેજ પ્રોજેકટ, બાંડોદકર સ્‍ટેડિયમ અને નાની દમણ ફીશ તથા વેજીટેબલ માર્કેટનું નિરીક્ષણ પહેલા સત્રમાં કરવામાં આવશે.
બપોરે નાની દમણ સી ફ્રન્‍ટ સમુદ્રનારાયણ મંદિર જેટી, મોટી દમણ જેટી, સી ફ્રન્‍ટ બીચ રોડ, દેવકા ગાર્ડન, એરપોર્ટ ટર્મિનલ બિલ્‍ડીંગ, મરવડ હોસ્‍પિટલનું કામ, ઓકિસજન ટેન્‍ક અને ઓકિસજન પ્‍લાન્‍ટ તથા પાતલીયા બ્રીજનું નિરીક્ષણ કરી જરૂરી સલાહ-સૂચનો આપશે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના વિવિધ પ્રોજેકટોના નિરીક્ષણ અભિયાનમાં સલાહકાર શ્રી એ.કે.સિંઘ, નાણાંસચિવ શ્રીગૌરવસિંહ રાજાવત, શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, જિલ્લા કલેકટર શ્રીમતી તપસ્‍યા રાઘવની સાથે વિવિધ વિભાગના અધિકારીઓ, એન્‍જિનીયરો જોડાયા હતા અને સ્‍થળ ઉપર કોન્‍ટ્રાકટર એજન્‍સીના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

vartmanpravah

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment