(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના ખુટલી-દૂધની રોડ પર આવેલ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો અંગે લેબર ઓફિસર અને કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે. જેમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા તેમજ કંપની દ્વારા તેઓને એરિયસ આપવામા આવતુ નથી, અને કંપની સંચાલકો દ્વારા નવા એગ્રીમેન્ટ પણ કરાતા નથી. જેવા વિવિધ પ્રશ્નો બાબતે યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ સાથે કલેક્ટરશ્રીને કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી છે. કલેક્ટરશ્રીએ એક અઠવાડિયાની અંદર કંપની સંચાલકો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.