Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

આયુષ્‍યમાન કાર્ડના લાભ માટે દર્દીનો આધારકાર્ડ અપડેટ હોવો જરૂરી છેઃ પ્રોગામ ઓફિસર નિલમ પટેલ

શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં જઈ 100થી વધુ દર્દીના આધારકાર્ડ અપડેટ કરાવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: ગુજરાત રાજ્‍યના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આઈસીડીએસ શાખામાં ચાલતી આધાર યોજના હેઠળ આઈસીડીએસ વિભાગના તમામ લાભાર્થીઓ જેમ કે સગર્ભા, ધાત્રી, બાળકો તથા કિશોરીઓના તેમજ તથા અન્‍ય રહીશોના નવા આધારકાર્ડ કાઢવાની તેમજ આધારકાર્ડમાંતમામ પ્રકારના સુધારા જેવા કે નામ, એડ્રેસ, જન્‍મ તારીખ, મોબાઈલ નંબર તેમજ બાયોમેટ્રિક સુધારા કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.
વલસાડ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ અંતર્ગત ચાલતી આધાર કીટ ગામે ગામ જઈને તમામ રહીશોના આધાર નોંધણી અને સુધારણાની કામગીરી કેમ્‍પ મોડમાં કરી રહી છે. જે અંતર્ગત ધરમપુર તાલુકામાં ચાલતી આધાર કીટ પર અજયભાઈ ગાંવિત દર માસના ચોથા સોમવારે શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં જઈને જરૂરિયાતમંદ દર્દીઓના આધાર અપડેશનની કામગીરી કરી રહ્યા છે.
આઈસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર નિલમ પટેલે જણાવ્‍યું કે, હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓને આયુષ્‍યમાન કાર્ડના લાભ માટે તેમનો આધારકાર્ડ અપડેટ હોવો જરૂરી છે, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારના ઘણા લોકો આ વસ્‍તુથી માહિતગાર ન હોવાથી જ્‍યારે દર્દી હોસ્‍પિટલમાં દાખલ થાય અને આયુષ્‍યમાન કાર્ડનો ઉપયોગ કરવાનો થાય ત્‍યારે તેમને ખ્‍યાલ આવે કે તેમનો આધારકાર્ડ અપડેટ નથી. આ સમયે દર્દી અન્‍ય આધાર સેન્‍ટર પર જઈને પોતાનો આધારકાર્ડ અપડેટ કરાવે તેવી સ્‍થિતિમાં હોતા નથી. આવા સમયે આઈસીડીએસ વિભાગ અંતર્ગત ચાલતી કીટ દ્વારા તેમને ત્‍વરિત સેવા આપી તેમના આધારકાર્ડ અપડેટ કરી આપવામાં આવે છે, જેને પગલે તેમનો આયુષ્‍યમાન કાર્ડનો ખરા સમયે ઉપયોગથઈ શકે છે. માનવતાનું એક ઉમદા ઉદાહરણ આઈસીડીએસ વિભાગે પૂરું પાડ્‍યું છે. આ સિવાય અન્‍ય પણ કોઈ હોસ્‍પિટલમાં દર્દીઓ આઈસીયુમાં દાખલ હોય કે ચાલી શકતા ન હોય તો તેવા સંજોગોમાં આઈસીડીએસ વિભાગની ટીમ તેમની પાસે પહોંચી આધારકાર્ડ અપડેટ કરાવી આપશે. ઉલ્લેખનીય છે કે, ધરમપુર તાલુકામાં આ સમગ્ર કામગીરી શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલના મેનેજમેન્‍ટ અને પ્રોગ્રામ અધિકારી નિલમબેન આર. પટેલના સંકલનથી કરવામાં આવી રહી છે.

Related posts

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

Leave a Comment