August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડીના ઉદવાડા મોરા ફળિયા ગુજરાતી સ્‍કૂલની પાછળ રહેતા પરેશભાઈ નારણભાઈ હળપતિ પત્‍ની રવિના સાથે રહી કેટરિંગનું કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 22.2.2024 ના રોજ પોતે વલસાડ ખાતે જ્‍યારે પત્‍ની રવિના ઉદવાડા બજારમાં કપડાની ખરીદી કરવા ગયા હતા. પોતે કપડાની ખરીદી કરી વલસાડથી પરત આવ્‍યા બાદ પત્‍ની રવિના ઘરે પરત ન ફરતા પતિ પરેશે ઉદવાડા બજારમાં તથા અન્‍ય સગા સંબંધીઓ તથા અન્‍ય તમામ સ્‍થળે તપાસ કરવા છતાં અને મોબાઈલ પર બંધ આવતા પત્‍ની રવિના મળી ન આવતા પતિ પરેશભાઈએ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે પોતાની પત્‍ની ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રવિના 5×2ની ઊંચાઈ ધરાવતી અને ઘઉં વર્ણની, શરીરે બ્‍લેક કલરનો ડ્રેસ અને સફેદ ઓઢણી, કાળા કલરની ચંપલ પહેરેલ હોય હાથમાં પરેશ નામનો અંગ્રેજીમાં ટેટુ હોય જો કોઈને જાણ થાય તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

વલસાડમાં વેપારી પરિવાર રાજસ્‍થાન લગ્નમાં ગયો ને બંધ ઘરમાં ચોરી : તસ્‍કરો સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

Leave a Comment