Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

ઠંડીની ઋતુમાં શરદી, ખાંસી, તાવમાં હોમિયોપેથી દવાઓ વૃધ્‍ધોને ઉપયોગી બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: પારડી ડુંગરી રોડ ઉપર પરીયા ગામે આવેલ આધાર ટ્રસ્‍ટ સંચાલિત હોમિયોપેથી ચિકિત્‍સાલય વાપી દ્વારા વયસ્‍કોને ઠંડીની ઋતુમાં રોગપ્રતિકારક શક્‍તિ વિકસે એવા હેતુ સાથે હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
વૃધ્‍ધાવસ્‍થામાં ઠંડીની ઋતુ દરમિયાન શરદી, ખાંસી, તાવ જેવી બિમારીઓની સંભાવના વધુ રહે છે તેથી મંગળવારે આધાર ટ્રસ્‍ટ સંચાલિત વૃધ્‍ધાશ્રમ પરીયામાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ સંચાલિત હોમિયોપેતી ચિકિત્‍સાલયના પ્રભારી ડો.તનુ છાબડા દ્વારા દવા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્‍થામાં રહેતા વૃધ્‍ધોને નિઃશુલ્‍ક દવાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ચિકિત્‍સાલય પ્રભારી સજ્જન સિંઘલે જણાવ્‍યું હતું કે, ટ્રસ્‍ટ દ્વારા સમયે સમયે આવા કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી વૃધ્‍ધો પરેશાની મુક્‍ત સ્‍વસ્‍થ જીવન જીવી શકે. ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓએ અને વરિષ્‍ઠ નાગરિકોએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

Leave a Comment