Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નગરપાલિકાની અનોખી પહેલ, દર ગુરૂવારે વિકાસલક્ષી કામોની રિવ્‍યુ બેઠક મળશે

કોન્‍ટ્રાક્‍ટરોનેગુરૂવારે રિવ્‍યુ બેઠકમાં બોલાવીને પાલિકાના નવા સુકાનીઓએ કાર્યરત વિકાસ કામોને રિવ્‍યુ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
વાપી નગરપાલિકા સભાખંડમાં હવેથી પ્રત્‍યેક ગુરૂવારે વિકાસ કાર્યો અંગે રિવ્‍યુ બેઠક યોજાશે તેવી નવી પહેલ પાલિકાના નવા સુકાનીઓએ આરંભી દીધી છે. વિકાસ કાર્યો કરતા કોન્‍ટ્રાક્‍ટરોને બોલાવાયા હતા અને કામની પ્રગતિ, મુશ્‍કેલી, કેટલા દિવસે કામ પુરુ થશે તેની રિવ્‍યુ બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકા સભાખંડમાં નવા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ સહિત અન્‍ય અધિકારીઓની ગુરૂવારે રિવ્‍યુ બેઠક યોજાઈ હતી. જેમાં તમામ કોન્‍ટ્રાક્‍ટરોને બોલાવાયા હતા. પાલિકા વિસ્‍તારમાં ચાલતા વિકાસ કાર્યો અંગેનું બેઠકમાં સ્‍ટેટસ લેવામાં આવ્‍યું હતું. કામો કેટલે પહોંચ્‍યા, ક્‍યારે પુરા થશે? કોઈ અડચણ-મુશ્‍કેલી અંગેની તમામ વિગતો સભામાં એકઠી કરાઈ હતી. પાલિકા દ્વારા નવી ટીમ દ્વારા સરાહનીય ભ્રષ્‍ટાચાર મુક્‍ત કામગીરીનો પ્રારંભ થયેલો હાલ તો જોવા મળ્‍યો છે. પરંતુ આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવી ગતિવિધિઓ રાબેતા મુજબ ચાલુ ના થઈ જાય તેવુ પાલિકાના નવા સુકાનીઓએ સંભાળવું રહ્યું!

Related posts

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

Leave a Comment