January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

ભૂતકાળમાં દમણ-દીવમાંથી રણજી ટ્રોફી ટુર્નામેન્‍ટમાં રમવાનું સૌભાગ્‍ય નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. સોહિલ જીવાણીને મળ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.24:
દેશની પ્રતિષ્‍ઠિત ક્રિકેટ ટુર્નામેન્‍ટ રણજી ટ્રોફી માટે ગુજરાતની જાહેર થયેલી ટીમમાં દમણના શ્રી ઉમંગ ટંડેલનો સમાવેશ કરાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ગૌરવની ઘટના બની છે. ભૂતકાળમાં દમણ-દીવમાંથી રણજી ટ્રોફી ટુર્નામેન્‍ટ દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ.શ્રી સોહિલ જીવાણી રમી ચૂકયા હતાં. શ્રી સોહિલ જીવાણી બાદ શ્રી ઉમંગ ટંડેલ દમણ-દીવના બીજા ખેલાડી બન્‍યા છે.
નવયુવાન ક્રિકેટર શ્રી ઉમંગ ટંડેલના કોચ શ્રી ભગુભાઈ પટેલના જણાવ્‍યા પ્રમાણે, વિજય હજારે ટ્રોફીના એક દિવસીય મુકાબલામાં શ્રી ઉમંગ ટંડેલે ગુજરાત ટીમ વતી સારું પ્રદર્શન કર્યુ હતું. જેને ધ્‍યાનમાં લઈ તેમનીપસંદગી કરવામાં આવી છે.
કોચ શ્રી ભગુભાઈ પટેલના જણાવ્‍યા પ્રમાણે, શ્રી ઉમંગ ટંડેલ ચપળ અને ઉર્જાવાન ખેલાડી છે. તેઓ ગુજરાતની ટીમમાં પોતાની કાબેલિયતના દર્શન કરાવશે એવો પણ વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.
રણજી ટ્રોફીમાં શ્રી ઉમંગ ટંડેલની પસંદગી થવા બદલ સ્‍પોર્ટસ સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન, સ્‍પોર્ટસ ડાયરેકટર શ્રી અરૂણ ગુપ્તા, સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી કાંતિ પટેલ, સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાલ અને ક્રિકેટ કોચ શ્રી ભગુ પટેલે ટુર્નામેન્‍ટમાં સારું પ્રદર્શન કરી પ્રદેશનું નામ રોશન કરે એવી શુભકામના શ્રી ઉમંગ ટંડેલને પાઠવી હતી.

Related posts

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

Leave a Comment