Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

  • પરિયામાં પત્‍ની પર પુરૂષ સાથે વાતો કરવાના પતિ પત્‍નીના ઝઘડામાં પત્‍નીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ

  • પતિની સતર્કતાએ પત્‍નીનો જીવ બચ્‍યો પરંતુ હાલત નાજુક : સંસારિક જીવનનો આંખ ઉઘાડનારો કિસ્‍સો

  • કુદરતે આપેલ સંતાન સુખને ધ્‍યાને લઈ પોતાનો સંસાર ટકાવવો જોઈએ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.31
પારડી તાલુકાના પરિયા ગામે વેલવાગડ ફળિયામાં રહેતા પિંકલભાઈ મહેશભાઈ પટેલના લગ્ન લગભગ 8 વર્ષ પહેલા ક્રિષ્‍નાબેન પટેલ (ઉંમર વર્ષ 26) સાથે થયા હતા. જીવન દરમ્‍યાન તેઓ એક સંતાનની માતા પણ છે
સોમવારના મળસ્‍કે ક્રિષ્‍નાબેન પોતાના મોબાઈલ ફોનમાં ઇન્‍ટ્રાગ્રામ પર કોઈ પર પુરુષ જોડે વાતો કરતા કરતા સુઈ ગયા હતા. સવારે પતિ પિંકલ જાગયો ત્‍યારે પત્‍નીના હાથમાં મોબાઇલ જોઈ તેની ઉઠાડતા ગભરાયેલ પત્‍નીએ ફોન છુપાવવાનો પ્રયત્‍ન કરતા પતિએ ફોન લઈ ચેક કરતા પત્‍ની કોઈ અન્‍ય પુરુષ સાથે વાતો કરતી હોવાનું મેસેજમાં દેખાતા પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થયો હતો. ત્‍યારબાદ પત્‍ની બાથરૂમ જવાનું બહાનું બતાવી બહાર જઇ ઘણો સમય થયા બાદ પણ પરત નહી ફરતા પતિ ઘર પાછળ જઇ જોતા પત્‍ની ઝાડની ડાળી પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લટકતીહતી. પતિએ બૂમા બુમ કરી તેને ઉચકી લઈ નીચે ઉતારી 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તાત્‍કાલિક પારડી કુરેશી હોસ્‍પિટલ લાવતા હાલ આઈ. સી.યુ વોર્ડમાં નાજુક હાલતમાં છે. પતિએ બનાવની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોતાના આઠ વર્ષના સુખી લગ્ન જીવન દરમ્‍યાન મોબાઈલ દ્વારા પત્‍નીને પરપુરુષ સાથે વાત કરવાને લઈ હાલમાં તો આ બન્નેની જિંદગી દાવ પર લાગી છે પરંતુ કુદરતે બન્નેને સંતાન સુખ આપ્‍યું હોય એક નિર્દોષ બાળકની જિંદગી ખરાબ નહી થાય તેને ધ્‍યાનમાં રાખી પોતાનો સંસાર ટકાવી રાખવો જોઈએ.

Related posts

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

vartmanpravah

Leave a Comment