October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના એક વિસ્‍તારમાં રહેતી એક 16 વર્ષિય સગીરાએ કોઈ અગમ્‍ય કારણોસર આજે સવારે 10 વાગ્‍યાના સુમારે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડમાં રહેતી 16 વર્ષિય સગીરા આજે સોમવારે સવારે ઘરમાં એકલીહતી તેમજ નાનો ભાઈ બહાર રમવા ગયો હતો. થોડા સમય પછી નાનો ભાઈ ઘરમાં આવ્‍યો તો બહેનને ઘરમાં લટકતી જોતા બુમાબુમ કરી હતી. નજીકમાં રહેતા ફોઈ દોડતા આવી પહોંચ્‍યા હતા. વધુ બુમાબુમ થતા સ્‍થાનિકો ભેગા થઈ ગયા હતા. તેમજ 108 ને જાણ કરી હતી. પરંતુ એમ્‍બ્‍યુલન્‍સના તબીબે સગીરાને મૃત જાહેર કરી હતી. સીટી પોલીસે લાશનો કબજો મેળવી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment