April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.30
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છ દીવસીય દીવની મુલાકાતે હતા. તેમણે પોતાની દીવ મુલાકાત પૂર્ણ કરી આજે બપોરે દીવથી દમણ આવવા માટે રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની છ દિવસીય દીવ મુલાકાતમાં પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્‍દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસે ધ્‍વજવંદન કર્યું હતું. તેમજ ભારતીય નૌસેનાથી નિવૃત આઈએનએસ ખુકરી, પી-49, દીવમાં ભારતીય નૌકાદળનું ઉદ્‌ઘાટન કરી દીવવાસીઓને નવા વર્ષમાં નવી ભેટ આપી હતી. મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં ચાલી રહેલા વિકાસના કામોને વેગ આપવા માટે અધિકારીઓ, એજન્‍સીઓ અને સલાહકારો સાથે બેઠકો યોજી હતી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી અનેક સ્‍થળોની મુલાકાત લઈને કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રશાસકશ્રીએદીવની મુલાકાત દરમિયાન વણાંકબારા ખાતે નવનિર્મિત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ડીએમસી અને ફીશ માર્કેટનું ઉદ્‌ઘાટન કર્યું અને વિક્રેતાઓને દુકાનો અને કાઉન્‍ટરોના પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા સૂર્યોદય આવાસ યોજના હેઠળ બનેલા પાકા મકાનોનું લોકાર્પણ કરી લાભાર્થીઓને તેની ચાવી પ્રદાન કરી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીવ મુલાકાત લોક કલ્‍યાણના કાર્યોને સંબંધિત રહી હતી.

Related posts

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment