Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાનહમાં નવા 02 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 08 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6293 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 297 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 02વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 139 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટપોઝિટીવ નહી આવતા કુલ 02 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમાં 02 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 02 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમા કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતું. જેમા આજે 427 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 444036 અને બીજો ડોઝ 331480 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 2932 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 778448 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

Leave a Comment