October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.18
આગામી 24 માર્ચના રોજ યોજનારી યુઆઇએના 15 એક્‍ઝિકયુટિવ કમિટીની ચૂંટણી જંગમાં આજરોજ ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે 34 દાવેદારી રજુ થતા ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે. યુઆઇએમાં છેલ્લી ત્રણ ટર્મથી ચાલતા એક હથ્‍થુ શાસન સામે ઉદ્યોગપતિઓમાં પરિવર્તન લાવવાની ઈચ્‍છા હોવાના સંકેતો મળી રહ્યા છે.
હાલમાં શાસન કરતી પેનલના મોવડીની ઈચ્‍છાની વિરુદ્ધ 15 સભ્‍યોની બનેલી એક પેનલે દાવેદારી રજુ કરી છે. આ પેનલમાં ઉમરગામ પાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વહીવટી જ્ઞાન ધરાવતા તેમજ કામ કરવાની ત્રેવડ જેમની પાસે છે એવા શ્રી સચીન ભાઈ કોન્‍ટ્રાક્‍ટર અને શ્રી રામશબદસિંગે પણ યુઆઈએની ચૂંટણી જંગમાં ઝંપલાવતા સમીકરણો બદલાવવાના સંકેત મળી રહ્યા છે. પેનલના અગ્રણી ઉદ્યોગપતિ અને વહીવટમાં નિપૂણ શ્રી દામોદર પાનીકર માહિતી આપતા જણાવ્‍યું હતું કે ઔદ્યોગિક વિસ્‍તારમાં જોઈએ એવી કામગીરી થવા પામી નથી. પાયાની સવલતો ઊભી કરવામાં તેમજ ઔદ્યોગિક વિસ્‍તાર સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામાં નિષ્‍ફળ છે.
આ ઉપરાંત વળક્ષારોપણની કામગીરી પણ થવા પામી નથી. ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન 872 સભ્‍યોનું કદ ધરાવે છે. જેમાંથી કેટલાક સભ્‍યોની રજિસ્‍ટ્રેશન ફી ભરવાની બાકી છે જેમની અંતિમ તારીખ 19મી માર્ચ સાંજના પાંચ વાગ્‍યા સુધી નક્કી કરવામાં આવી છે. હાલમાં યુઆઇએનો જંગ બે પેનલો વચ્‍ચે ખરાખરીનો બની રહેશે એવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દાનહમાં એકપણ નહી

vartmanpravah

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

વગર લાયસન્‍સે ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

Leave a Comment