(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્યાન ખખડધજ અને જર્જરિત બનેલા રસ્તાઓના સમારકામની શરૂઆત કરવામાં આવી છે.
ગત ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તાઓ ઉપરનો ડામર ઉખડી ગયો હતો અને મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. જેનાથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની જવા પામી હતી.
ખખડધજ રસ્તાઓના કારણે પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો હતો. હવે વરસાદની સિઝન પૂર્ણ થયા થયા બાદ સંઘપ્રદેશ પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના એવા રીંગરોડ સહિત સેલવાસ તથા તેની આજુબાજુના વિસ્તારના રસ્તાઓના સમારકામનો આરંભ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે વાહનચાલકોને રસ્તા પરના ખાડાથી રાહત મળશે એવી લાગણી પ્રવર્તી રહી છે.