Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તા.19 એપ્રિલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા જિલ્લા મુખ્‍ય ચૂંટણી કાર્યાલયમાં હાથ ધરાઈ હતી. જેમાં તમામે તમામ 7 ફોર્મ ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા હતા. આ પ્રક્રિયામાં ભાજપ-કોંગ્રેસએ કોઈ વાંધા-વચકા કે આક્ષેપ થયા નહોતા, સંપૂર્ણ ખેલદિલીપૂર્ણ માહોલ વચ્‍ચે માત્ર 10 મિનિટમાં ફોર્મ ચકાસણી પુરી કરાઈ હતી. જેમાં તમામ કુલ-7 ફોર્મને મુખ્‍ય ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા હતા.
લોકસભા ચૂંટણીની પ્રક્રિયા હાલમાં વલસાડ જિલ્લામાં ચાલી રહી છે તે અંતર્ગત તા.19 એપ્રિલના રોજ ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ બાદ તા.20 એપ્રિલ રવિવારે તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા તથાકોંગ્રેસના સિનિયર આગેવાન પ્રદેશ કોર કમિટીના સભ્‍ય ગૌરાંગ પંડયા સહિત જે તે ઉમેદવારોના પ્રતિનિધિ ઉપસ્‍થિત રહ્યા હતા. ફોર્માલીટી પ્રક્રિયા માત્ર 10 મિનિટમાં પુરી થઈ ગઈ હતી. પરંતુ સૌથી સરાહનિય બાબત એ જોવા મળી હતી કે, ભાજપ-કોંગ્રેસ કે અન્‍ય પક્ષના પ્રતિનિધિએ કોઈ પણ વાંધો કે આક્ષેપ રજૂ કર્યો નહોતો તેથી સાતે સાત ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

vartmanpravah

પારસી ધર્મસ્‍થાનોના વિકાસ માટે અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત

vartmanpravah

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

Leave a Comment