July 29, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વાપી સી-ટાઈપ જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં કેમિકલ ભરેલી ટેન્‍કર વિજપોલ સાથે ભટકાઈ

ટેન્‍કર આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ખાલી કરવા જતા સર્જાયો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વાપીના જી.આઈ.ડી.સી. રેસિડેન્‍ટ વિસ્‍તાર સી-ટાઈપમાં આજે સવારે કેમિકલ ભરેલી ટેન્‍કર એક વિજપોલ સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જો કે સદનસીબે મોટી દુઘ4ટના ટળી હતી.
વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં અનેક કેમિકલ કંપનીઓ કાર્યરત છે તેથી ડાઈઝ-ઈન્‍ટરમીડિયેટ, ફાર્મા કંપનીઓમાં વપરાતા રો-મટેરીયલ જલદ કેમિકલ તથા સોલવેન્‍ટ ભરેલી ટેન્‍કરો દિન-રાત દોડતી રહે છે. આજે તેવી એક કેમિકલ ભરેલી ટેન્‍કર આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ખાલી કરવા જવા માટે સી-ટાઈપ વિસ્‍તારમાંથી પસાર થતી હતી તે દરમિયાન રિવર્સ કરતી વેળાએ ટેન્‍કર વિજપોલ સાથે ભટકાતા ચાલુ લાઈનનો પોલ ટેન્‍કર ઉપર પટકાયો હતો. ઘટના અતિ ગંભીર એટલા માટે છે કે રહેઠાણ વિસ્‍તાર હોવાથી આવી દુર્ઘટનામાં આગ પણ પકડી લીધી હોત તો કોઈ મોટી હોનારત સર્જાતી અટકી જવા પામી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો જયઘોષ

vartmanpravah

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે સામાન્‍ય વરસાદમાં પણ નાવણી નદી પરના ડૂબાઉ કોઝ-વેથી લોકોને પડતી ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment