October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

રોફેલ કોવિડ કેર સેન્‍ટર, રોટરી ક્‍લબ, આરતી ગૃપ ઓફ ઈન્‍ડ. અને હરીયા હોસ્‍પિટલ દ્વારા સંચાલન થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વલસાડ જિલ્લા અને વાપી વિસ્‍તારમાં કોવિડની ત્રીજી લહેરમાં વધી રહેલા કોરોના સંક્રમિત કેસોને ધ્‍યાને લઈને ફરી વધુ એક વાર રોફેલ કોલેજ કેમ્‍પસમાં કોવિડ કેર સેન્‍ટર તા.14 જાન્‍યુઆરીથી કાર્યરત થનાર છે.
રોફેલ કોવિડ કેર સેન્‍ટર સમાજ સેવાના ભાગરૂપે રોટરી ક્‍લબ ઓફ વાપી, આરતી ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને હરીયા રોટરી હોસ્‍પિટલના સંયુક્‍ત પ્રયાસ આધિન કાર્યરત કરવામાં આવેલ છે. આ સુવિધામાં હરીયા રોટરી હોસ્‍પિટલની બીજી લહેરવખતે કટોકટીની સ્‍થિતિ ઉભી થતા રોફેલ કોલેજમાં કોવિડ કેર સેન્‍ટર કાર્યરત કરાયું હતું. જેનો સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. તાજેતરમાં ફરી કોરોનાએ માથુ ઊંચક્‍યું છે ત્‍યારે ફરી વધુ એક રોફેલ કોવિડ કેર સેન્‍ટર કાર્યરત કરવામાં આવી રહ્યું છે.

Related posts

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah

Leave a Comment