August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલીમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની 38મી પુણ્‍યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવાનું કોઈપણ રાજકીય પાર્ટી કે પ્રશાસનના અધિકારીઓ દ્વારા ભુલાઈ ગઈ હોવાનું જોવા મળ્‍યું હતું. સેલવાસ કલેકટર કચેરીની બાજુમાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવેલ છે, પરંતુ આ વર્ષે કોઈએ પણ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય એવું જણાયું નથી. ઉપરાંત તેમની પ્રતિમાની સાફ-સફાઈ કરવાની પણ તસ્‍દી લેવામાં આવેલ નહીં હોવાનુંધ્‍યાનમાં આવ્‍યું છે. આ બાબતે પ્રદેશમાં જાણે કે કોંગ્રેસનું અસ્‍તિત્‍વ જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનની ટીમ દ્વારા પણ દર વર્ષે સ્‍વ.ઈન્‍દિરાજીને પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા પણ આ તરફ ધ્‍યાન આપ્‍યું નથી.

Related posts

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના 67મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

vartmanpravah

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

vartmanpravah

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment