(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: તારીખ 02/08/2023ના રોજ વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાની વહિયાળમાં ‘‘વોક ટુ ગેધસ” ફાઉન્ડેશન મુંબઈ તરફથી ફાઉન્ડેશનના પ્રતિનિધિ યુ મેડીકા લેબોરેટરી પ્રા. લિ. કંપનીના મેનેજર શ્રી નૈષધભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ધોરણ 9થી12 ના 410 વિદ્યાર્થીઓને કુલ 3000 મફત નોટબુક વિતરણ કરવામા આવી.
કાર્યક્રમમાં વાલીમંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, સભ્યો મંગુભાઈ પટેલ, જુગલભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળાના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલને સન્માનિત પણ કર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નૈષધભાઈ દેસાઈએ નોટબુકનો યોગ્ય ઉપયોગ કરી પરીક્ષામાં સુંદર પરિણામ લાવવા અપીલ કરી હતી અને દર વર્ષે પેપર લખવાની પ્રેકટીસ માટે 100 કિલો ફુલસ્કેપ આપવાની પરંપરા ચાલુ રાખવાની ખાતરી આપી હતી. વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈએ ધોરણ- 9થી 12મા પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને ઈનામ આગામી સ્વાતંત્ર્ય દિને આપવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
શાળાના આચાર્યશૈલેશકુમાર પટેલ, શાળા પરિવાર અને દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના પ્રમુખ સુધાબેન દેસાઈ, મંત્રી દત્તેશભાઈ ભટ્ટ, સહમંત્રી કાંતાબેન પટેલ અને શાળા વાલી મંડળે વોક ટુ ગેધર્સ ફાઉન્ડેશનના દાતાઓ, શ્રી મનિષભાઈ દોષી, શ્રી રસ્મીનભાઈ સંઘવી, શ્રી ગૌતમભાઈ દેસાઈ વિગેરેનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.