(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના એક્સેલેન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલ – 2023માં પસંદગી કરી છે. જેમાં દાદરા નગર હવેલીના એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલનો સમાવેશ થાય છે.
દમણના પી.એસ.આઈ. તરીકે શ્રીમતી હિરલ પટેલે કેસના ઈન્વેસ્ટીગેશનમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી છે.