Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05:
આહવા તાલુકાની નડગખાડી પ્રાથમિક શાળાનું રાજેસ્‍થાની નૃત્‍ય કેન્‍દ્ર અને તાલુકા કક્ષાએ પ્રથમ આવ્‍યા બાદ આહવાના રંગ ઉપવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના શૈક્ષણિક સંમેલનમાં મનોરંજન વિભાગમાં આહવા,સુબિર અને વઘઇ તાલુકાની કળતિઓ વચ્‍ચે હરીફાઈ જામી હતી. જેમાં નિર્ણાયકો દ્વારા નડગખાડી પ્રાથમિક શાળાના રાજેસ્‍થાની નૃત્‍યને પ્રથમ ક્રમ જાહેર થતા વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. નડગખાડી પ્રાથમિક શાળા નૃત્‍યમાં પ્રથમ આવતા આચાર્ય સ્‍નેહાબેન ઉપરાંત નૃત્‍ય તૈયાર કરાવવામાં મહત્‍વની ભૂમિકા અદા કરનાર હેમાબેન ગાવિત, પૂજબેન સહિતના સ્‍ટાફની ઉપસ્‍થિતિમાં રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘના આંતરિક ઓડિટર રણજિતભાઈ પટેલના હસ્‍તે પુરસ્‍કાર એનાયત કરવામાંઆવ્‍યો હતો. આ ઉપરાંત આબેહૂબ નૃત્‍ય કરનાર વિદ્યાર્થીઓ માટે પણ મહાનુભાવો દ્વારા રોકડ ઈનામ આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. નૃત્‍યમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, આચાર્ય સ્‍નેહાબેન સહિતના સ્‍ટાફને જિલ્લા કક્ષાએ નૃત્‍યમાં વિજેતા થતા ડીપીઈઓ નરેન્‍દ્રભાઈ ઠાકરે, બીઆરસી કનકસિંહ, રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા મંત્રી મીનાક્ષીબેન પટેલ, સીઆરસી મુકેશભાઈ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.
ડાંગ જિલ્લામાં ઘણા વર્ષો બાદ ડીપીઈઓ નરેન્‍દ્રભાઈ ઠાકરેના પ્રયાસથી શૈક્ષણિક સંમેલનો યોજાતા વિદ્યાર્થીઓ વાલીઓ સહિતનાઓએ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ વિવિધ કળતિઓને મનભરીને માણી હતી.

Related posts

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

Leave a Comment