(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા પરિયારી ખાતે ધોરણ 1 થી 8 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આઝાદીના અમૃત મહોત્સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ના વિભાગો પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે બંને વિભાગોમાં દેશભક્તિના સોલો અને સમૂહગીતની સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાનાઈન્ચાર્જ આચાર્ય શ્રી અરવિંદભાઈ સુમરાના નેતૃત્વમાં પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.