(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાથે દમણ નગર પાલિકા અને સેલવાસ નગર પાલિકાના કાઉન્સિલરોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દમણ અને સેલવાસના કાઉન્સિલરોએ આજે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે દરમિયાન દમણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કર્યુ હતું.