October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની વલસાડ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક ભાનુશાલી સમાજની વાડી મોગરાવાડી વલસાડ ખાતે પ્રદેશ ઉપપ્રમુખ વિજયકુમાર ગોયલ તથા જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ પટેલના પ્રમુખસ્‍થાને મળી હતી. જેમાં થયેલી ચર્ચામાં (1) સંગઠનનો વ્‍યાપ વધારવા માટે અભિયાન ચલાવવાનું, (2) આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવેલ, (3) સંસ્‍થાનો સોવેનિયર બનાવવાનું પણ નક્કી કરેલ તથા (4) બિન સંગઠિત કર્મચારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ પટેલનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ગોઠવવાનો નક્કી કરવામાં આવેલ હતું. વલસાડ તાલુકા વેપારી મહામંડળના પ્રમુખ સમીરભાઈ મપારા અતિથી વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી દિવસોમાં વલસાડ તથા વાપી ખાતે વિવિધ એસોસિયેશનોને સાથે રાખી સંમેલનો યોજવા, તથા જનજાગરણ નિમિત્તે વલસાડ જિલ્લાનીકોલેજોમાં ગ્રાહક સુરક્ષાના કાર્યક્રમો કરવામાં આવશે. મીટિંગમાં વલસાડ વિભાગના પ્રમુખ તેજસ ત્રિવેદી, જિલ્લા મહામંત્રીઓ રાજુભાઈ મહેતા ઉમરગામ તથા શ્રીપાદ સોન ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment