Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

કલેકટરશ્રીએ ઔષધીય પાક, શાકભાજી પાક, ડાંગરની વિવિધ જાતો અને શેરડીની ખેતી અંગે માહિતી મેળવી  

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હરિયાણા સ્થિત પ્રાકૃતિક ખેતીના ફાર્મની લીધેલી મુલાકાતના સંસ્મરણો પણ કલેકટરશ્રીએ જણાવ્યા 

આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટના વેચાણ માટે વિશાળ ફલક પર માર્કેટ મળ્યુઃ ખેડૂત નિકુંજસિંહ ઠાકોર 

હાલ ૮ વીંઘા જમીન પર માત્ર એક દેશી ગાય વડે પ્રાકૃતિક ખેતી કરી તમામ ખર્ચ બાદ કરી મહિને રૂ. ૬૫ હજારની આવક મેળવી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોરના ફાર્મની મુલાકાત લઈ ખેતરમાં કરેલા પાકો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ઔષધીય પાકો, શાકભાજી, ડાંગર અને શેરડીના મૂલ્યવર્ધન અને ઈંગ્લેન્ડ અને કેનેડામાં ઔષધી પાકનો પાઉડર એક્સપોર્ટ કરાતો હોવાની પણ કલેકટરશ્રીએ માહિતી મેળવી હતી.
વલસાડના કોચવાડા ગામના ખેડૂત નિકુંજસિંહ ઠાકોર છેલ્લા ૧૦ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે તેમણે કલેકટરશ્રીની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ વલસાડ મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી હતી. ચાર વર્ષની નોકરી છોડી દીધા બાદ ૧૯૯૩થી ખેતીની શરૂઆત કરી હતી ત્યારે શેરડીમાં રાસાયણિક ખાતરનો વપરાશ કરતા ખેડૂતોના મિત્ર ગણાતા અળસિયાનો નાશ થયો હતો જેથી તે જ ઘડીએ રાસાયણિક ખાતરને તિંલાજલી આપી રાજપીપળાના સાંક્યા ગામના ધિરેન્દ્રભાઈનું ‘ભારતીય ખેતી સંસ્કૃતિ પધ્ધતિ’નું પુસ્તકને ફોલો કરી આગળ વધ્યા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રના મોહન શંકર દેશપાંડેની સજીવ ખેતીની શિબિર અને વર્ષ ૨૦૦૩માં ઉમરગામના ભાસ્કર સાવેની શિબિર તેમજ વર્ષ ૨૦૦૬માં સુભાષ પાલેકરનું પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો આધારિત પુસ્તકનો અભ્યાસ કરી વર્ષ ૨૦૦૭માં રાસાયણિક ખાતર મુક્ત ખેતીની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ શેરડીમાં પ્રયોગ કરી મોડલ ફાર્મ બનાવી ગોળ બનાવવાનું ચાલુ કર્યુ ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી વઘઈ બોટનિકલ ગાર્ડન નર્સરી અને વાંસદાના રૂપવેલ નર્સરીમાંથી અશ્વગંધા, સતાવરી, ગિલોઈ, ૬ પ્રકારની તુલસી, આમળા, બહેળા, અળદુસી સહિત ૧૨૭ પ્રકારના ઓષધીય પાક લાવી ખેતી શરૂ કરી હતી. આ સિવાય શાકભાજીમાં ધાણા, મેથી, પાલક, રિગણ, મગફળી, ચાર જાતના વાલની પાપડી અને ટામેટા, મસાલા પાકમાં એલજી, તજ અને તમાલપત્ર, ફળમાં અંજીર, રામ ફળ, સીતાફળ, કૃષ્ણ ફળ, લક્ષ્મણ ફળ અને હનુમાન ફળ અને ડાંગરમાં લચકારી કોલમની સાથે આંબામોર, લાલ અને કાળા કડાના ચોખા તેમજ દૂધ મલાઈ ચોખાની દેશી જાતની પ્રાકૃતિક ખેતી કરી હાલ કરૂ છું. લચકારી કોલમ જેવા સામાન્ય ચોખા રૂ. ૫૦ થી ૬૦ સુધી પ્રતિ કિલો વેચાય છે જ્યારે પ્રાકૃતિક ખેતીથી કરેલા કાળા ચોખા રૂ. ૨૮૦ થી ૩૦૦, લાલ ચોખા રૂ. ૧૪૦ થી ૧૫૦ અને દૂધ મલાઈ ચોખા રૂ. ૧૦૦ થી ૧૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઔષધીય પાકોમાં વેલ્યુએડિશન કરવા માટે ફેકટરી યુનિટ ચાલુ કરવા માટે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી PRIME MINISTER EMPLOYMENT GENERATION PROGRAMME (PMEGP) યોજના હેઠળ રૂ. ૧૬ લાખની લોન લીધી હતી. જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫.૭૬ લાખની સબસિડી આપવામાં આવી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. દોઢ લાખની સબસિડી મળશે. આ લોન થકી હરિયાણાથી મશીનરી ખરીદી અને સોલાર પેનલ લગાવી પ્રોસેસિંગ યુનિટની શરૂઆત કરી હતી. વાઘલધરાની કેન્સર હોસ્પિટલની રિસર્ચ લેબમાંથી ઔષધીય પાકનું ટેસ્ટીંગ કરાવી સર્ટિ. પણ મેળવ્યું છે.
કલેકટરશ્રી સાથેની વાતચીતમાં ખેડૂત નિકુંજસિંહે કહ્યું કે, પહેલા ખેત ઉત્પાદનની પ્રોડક્ટના વેચાણ માટે પ્લેટફોર્મ અને માર્કેટ મળતુ ન હતું પરંતુ વર્ષ ૨૦૧૯ થી ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનના વેચાણ માટે વિશાળ ફલક પર માર્કેટ અને સ્ટોલ પણ મળતા ગયા જેથી વેચાણ વધતુ ગયુ હાલમાં દર મહિને તમામ ખર્ચ બાદ કરી રૂ. ૬૦ હજારથી રૂ. ૬૫ હજાર સુધીની આવક મેળવી આર્થિક ઉપાર્જન મેળવુ છું. વધુમાં કહ્યું કે, ચરકસંહિતા ગ્રંથના ગહન અભ્યાસ બાદ ઔષધીય પાકોના પાઉડર બનાવી મૂલ્યવર્ધન કરી સ્થાનિક અને વિદેશોમાં પણ વેચાણ કરવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીના જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી મળી હતી. રાજ્યપાલ દ્વારા સફળ પ્રાકૃતિક ખેતી માટે સન્માન પણ કરાયું હતું. માત્ર એક દેશી ગાયથી નિકુંજભાઈ ૮ વીંઘા જમીન પર પોતાના પરિવારના ૬ સભ્યો સાથે પ્રાકૃતિક ખેતી કરી પોતે તો સધ્ધર બની જ રહ્યા છે સાથે અન્ય પાંચ લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. તેમનું ફાર્મ ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે. વધુમાં કલેકટરશ્રીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હરિયાણા સ્થતિ પ્રાકૃતિક ખેતીના ફાર્મની લીધેલી મુલાકાત અને ખેતી અંગે પણ નિકુંજભાઈ સાથે ચર્ચા કરી હતી.

Related posts

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

Leave a Comment