Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: મહુવા તાલુકાના કાછલ ગામમાં આવેલી સરકારી વિનયન, વાણિજ્‍ય અને વિજ્ઞાન કૉલેજમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસે કવિ શ્રી નર્મદ વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ હતી. જેમાં વલસાડના કપરાડા તાલુકાની મોટાપોંઢા કોલેજના પ્રા. ડૉ. આશા ગોહિલે ગુજરાતી સાહિત્‍યને પોતાના સાહિત્‍ય સર્જનથી રળિયાત કરનાર ‘કુન્‍દનિકા કાપડીઆની વાર્તાઓ’ના વકતવ્‍યમાં વીર નર્મદની વાતો વણી લઈ વિદ્યાર્થીઓને રસપ્રદ વક્‍તવ્‍ય પૂરું પાડયું હતું.
કવિશ્રી નર્મદ વ્‍યાખ્‍યાનમાળાનો મણકો 1 અંતર્ગત કોલેજના આચાર્યડૉ. હેતલબેન, ગુજરાતી વિભાગના અધ્‍યક્ષ ડૉ. ધનસુખભાઈ પટેલ અને પ્રા.આશાબેન ઠાકોર દ્વારા આ કાર્યક્રમ આયોજિત થયો હતો. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે વીર નર્મદના જીવન અને સાહિત્‍યસર્જન વિશે વિદ્યાર્થીઓએ વાતો રજૂ કરતા કાર્યક્રમ દીપી ઊઠ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

વલસાડમાં જાહેર સ્‍થળોમાં અખાડે ગયેલી ફાયર સિસ્‍ટમો: સર્વિસ કરાવાની દોડધામ મચી

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

Leave a Comment