(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24
સીબીએસઈ બોર્ડ, દિલ્હી દ્વારા એપ્રિલ-મે 2022નું ધોરણ-10 તથા 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું તારીખ 22-07-2022ને શુક્રવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ સીબીએસઈ સ્કૂલ સલવાવ વાપીનું પરિણામ 100% આવ્યું છે.
જેમાં ધોરણ 10મા પ્રથમ ક્રમે સાંઈ શુભમ સંજય બિસ્વાલ 95.2% ,ધોરણ 12 સાયન્સમાં પ્રથમ જાગ્રેશ નિતિન ઠક્કર 97.4% અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ હર્ષ કિશોર ટાચક 95.4% આવ્યા છે. સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, સમગ્ર ટ્રસ્ટી મંડળ, એડમિન ડાયરેકટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય, એકેડેમીક ડાયરેક્ટર ડો. શૈલેશભાઈ લુહાર, શાળાના આચાર્યા શ્રીમતી મિનલબેન દેસાઈ તથા સમગ્ર શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા.