Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આજ રોજ તા.2જી ઓક્‍ટોબર 2023 મહાત્‍મા ગાંધીજીના જન્‍મદિવસના શુભ દિવસના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે નિઃશુલ્‍ક આયુર્વેદિક શિબિરનું વિઆઈએ ઓડિટોરિયમ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (વીઆઈએ) એ તેના ઈન્‍ડસ્‍ટ્રીઝ મેમ્‍બર્સ અને વિવિધ સામાજિક સંસ્‍થાઓના સહયોગથી વાપી ઔદ્યોગિક વસાહતના કર્મચારીઓ, કામદારો અને રહેવાસીઓના સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી માટે હંમેશા સક્રિય રહે છે. આ સતત પ્રયાસના ભાગરૂપે બેસ્‍ટ પેપર મિલ્‍સ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંયુક્‍ત રીતે 2જી થી 4થી ઓક્‍ટોબર 2023 દરમિયાન આ નિઃશુલ્‍ક આયુર્વેદિક શિબિરનું આયોજન વિઆઈએ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્‍યું છે.
જેમાં જાણીતા ડૉ.મયુર એન. પ્રજાપતિ, બીએએમએસ(સ્‍પાઇન અને સાંધાની સમસ્‍યાના નિષ્‍ણાંત) અને તેમની ટીમ દ્વારા નિદાન અને સંભવિત સારવાર આપવામાં આવશે. આ પ્રદેશના જરૂરિયાતમંદ અને વંચિત લોકો સામાન્‍ય રોગો જેમ કે ગાદી ખસી જવી (સાયટિકા), એન્‍કાયલોઝિંગ અને સર્વિકલ સ્‍પોન્‍ડિલાઈટિસ, હાડકામાં લોહીનો સંચાર ન થવો (એવીએન), ટેનિસ એલ્‍બો, માઈગ્રેન, લકવો, અનિંદ્રા, કાંડાનો દુખાવો (કાર્પલ ટનલ સિન્‍ડ્રોમ), હાડકા પોલા થવા (ઑસ્‍ટિયોપોરોસિસ) અને અન્‍ય ઘણા સામાન્‍ય રોગોની નિઃશુલ્‍ક સારવાર મેળવી શકશે. ડો. પ્રજાપતિ અને તેમની ટીમ જે દર્દીઓને આવી સારવારની જરૂર હોય તેઓ માટે પંચકર્મ, નશ્‍યકર્મ, કપીંગ થેરાપી હોટ/ફાયર કપીંગ થેરાપી, એકયુપંક્‍ચર/એકયુપ્રેશર, બ્‍લડ કપીંગ થેરાપી, હેમર થેરાપી, હાડકાની સેટિંગ થેરાપી, અગ્નિકર્મ વગેરે જેવી નિઃશુલ્‍ક વિશેષ આયુર્વેદિક સારવાર પણ આપશે.
આ ઉદ્ધાટન દરમિયાન શ્રી સતીષભાઈ પટેલ, પ્રમુખ, વિઆઈએ, શ્રી મગનભાઈ સાવલિયા, ઉપ પ્રમુખ, વિઆઈએ, શ્રી કલ્‍પેશભાઈ વોરા, માનદ મંત્રી, વિઆઈએ, શ્રી ચંદ્રેશભાઈ મારુ, સહમંત્રી, વિઆઈએ, શ્રી એ.કે.શાહ, સલાહકાર બોર્ડના સભ્‍ય, વિઆઈએ, શ્રી યોગેશભાઈ કાબરિયા, સલાહકાર બોર્ડના સભ્‍ય, વીઆઈએ, શ્રી પ્રકાશભાઈ ભદ્રા, સલાહકાર બોર્ડના સભ્‍ય, વીઆઈએ, શ્રી હેમંતભાઈ પટેલ, અધ્‍યક્ષ – નોટિફાઈડ એરિયા ગવર્નિંગ બોર્ડ, વાપી, શ્રીમતી કાશ્‍મીરાબેન શાહ, પ્રમુખ, વાપી નગરપાલિકા, શ્રી અભયભાઈ શાહ, ઉપ પ્રમુખ, વાપી નગર પાલિકા, શ્રી મિતેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્‍યક્ષ, વીઆઈએના કારોબારી સમિતિના સભ્‍યો – શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી જોય કોઠારી, શ્રી દેવેન્‍દ્ર પટેલ, શ્રી વિરાજ દક્ષિણી અને બેસ્‍ટ પેપર મિલ્‍સ પ્રા. લિ.ના ડિરેક્‍ટર શ્રી રમેશભાઈ શાહ અને શ્રી નીતિનભાઈ ઓઝા ડો. મયુર એન. પ્રજાપતિ અને તેમની ટીમ, બેસ્‍ટ પેપર મિલ્‍સના સ્‍ટાફ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ આયુર્વેદિક શિબિર પ્રદેશના ઘણા જરૂરિયાતમંદ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવા અને તેમને હઠીલા રોગોથી મુક્‍ત કરવા માટે લાભદાયી રહેશે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માનદમંત્રી કલ્‍પેશ વોરાએ આભાર પ્રગટ કર્યો હતો.

Related posts

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

Leave a Comment