October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ગુજરાત રાજયના ગામડાઓ તથા શહેરોમો ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી. જો ભારતનો કોઇ નાગરિક ભારતસરકાર દ્વારા માન્‍ય કરેલ ચલણી નાણું સ્‍વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124- એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. આથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નાની રકમની ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારાય તે માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે. નવસારી જિલ્લામાં પણ ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જો તેમ ન કરવામાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત સંકલનમાં દાનહની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા(અંગ્રેજી માધ્‍યમ) ટોકરખાડાથી ‘તંમાકુ મુક્‍ત યુવા અભિયાન 2.0’નો કરાયો પ્રારંભ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

vartmanpravah

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દમણ સ્‍વરાજના તંત્રી પંકજભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયેલો માનવ મહેરામણઃ પરિવારજનોના કલ્‍પાંતથી હિબકે ચડેલો સમગ્ર વિસ્‍તાર

vartmanpravah

Leave a Comment