October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0 હેન્‍ડબોલ અન્‍ડર 14 છોકરાઓ, સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ઝોનની સ્‍પર્ધા વી.એસ. પટેલ કોલેજ, બીલીમોરા જી-નવસારી ખાતે યોજાઈ હતી. જેમાં કુલ 8 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ રમત ખેલમહાકુંભ 2.0 હેન્‍ડબોલ ગુજરાત દક્ષિણ ઝોન કક્ષાની સ્‍પર્ધામાં વાપી શહેરના અંડર-14 ખેલાડીઓ ચેમ્‍પિયન બન્‍યા હતા. ફાઈનલ મેચ સુરત સિટી વિરુદ્ધ વાપી સાથે રમાઈ હતી. જેમાં શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિજરશાળાના છોકરાઓ વિજેતા બન્‍યા હતા. શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાના ખેલાડી અનુરાગ યાદવ, કાશિફ મિર્ઝા, અવનીશ ચૌહાણ, અંકિત યાદવ, અમિત યાદવ, શિયોમ સિંહ, રિતિક શર્મા, અભિષેક મંડળ, વિવેક ગુપ્તા, અંશ રાય, નાયતિક પાલ, રોનક ઘોટી અને અભય સિંહ ઓલ ઓવર રાજ્‍ય કક્ષા માટે પસંદ થયા છે. આ સિદ્ધિ બદલ શાળાના શારીરિક શિક્ષણ, શિક્ષક માઝી હુસૈન મિર્ઝા અને અમરજીત મહતો અને શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

દાનહઃ લગાતાર ત્રીજા દિવસે પણ પ્રશાસકશ્રીએ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું બારીકાઈથી નિરીક્ષણ

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

Leave a Comment